આત્મીય મિત્રો ,
આપણી આ વેધશાળા રેડિયો તથા દ્રશયમાન તરંગો પર સંશોધન અને શિક્ષણ નું કાર્ય કરે છે। તે નાસા ,ESA ,ESO ,SARA સહીત વિશ્વના પ્રમુખ પ્લેનેટેરીયમ (તારા મંડળો ) ,વિજ્ઞાન મ્યુંસ્યમ્સ ,વિજ્ઞાન મંડળો તથા પ્રમુખ વૈજ્ઞાનિકો સાથે સીધી સંકળાયેલી છે।
અમારો ઉદ્દેશ્ય ભારત નાં બાળકો ને ખગોળ વિજ્ઞાન ,વિજ્ઞાન તથા તેના દ્વારા વિચારક્રાંતિ સાથે જોડાવાનો છે। અમે માનીએ છે કે કોઈ પણ રીતે આનું શિક્ષણ બાળકો ને હકારાત્મક ,તેજસ્વી ,ઓજસ્વી ,વર્ચસ્વી ,ઉત્સાહી અને વિશાળમન ના બનાવે છે। વિશ્વ નું આ સહુથી જુનું વિજ્ઞાન અને તેનું શિક્ષણ ભારત ને જગતગુરુ ,વિશ્વગુરુ બનાવશે।
ભારત નાં બાળકો આવું શ્રેષ્ઠ શિક્ષણ દુર રહી ને પણ મેળવી સકે એના માટે ગુરુદેવ વેધશાળા એ એક અદ્ભુત વેબ સાઈટ નું નિર્માણ કર્યું છે। આ સાઈટ પર આપ ખગોળ વિજ્ઞાન , ઋતુ પરિવર્તન ,ગ્લોબલ વોર્મિંગ ,પાણી બચાવ -શુદ્ધિ કરણ ,વૃક્ષારોપણ ,જળ શુદ્ધિ અભિયાન જેવા કેટલાયે નિતાંત જીવાનુપયોગી વિષયો ની જાણકારીયો નો ભંડાર જોઈ શકશો। સાથે જ આપ આ વિષયો ની છેલ્લા માં છેલ્લી જાણકારી ,આકાશી ઘટનાઓ નું દરેક મહિના નું કેલેન્ડર તથા સ્કાઈ મેપ પણ જુદા જુદા પેજ પર જોઈ સક્સો। વિભીન્ન ઉપયોગી લીનક્સ પણ માણી શકશો।
અમે વિશ્વ માં પહેલી વાર વેબ સાઈટ પર જીવંત પ્રશ્નોત્તરી નું પેજ પણ મુક્યું છે। ત્યાં આપ ગુજરાતી ,હિન્દી કે અંગ્રેજી માં ઉપરોક્ત વિષયો ની જાણકારી મેળવી શકો છો ,પ્રશ્નો પૂછી શકો છો અથવા પ્રશ્નો નાં જવાબ માં પોતાનાં વિચારો પણ વ્યક્ત કરી શકો છો। આપ તેના પર પોતાની કોઈ ખાસ શોધ ને પણ પોતાના નામ સાથે પ્રસારિત કરી શકો છે જે થોડીક જ મીનીટો માં વિશ્વ્યાપી બની જશે જે આપની પ્રતિભા નો પરિચય સમગ્ર વિશ્વ ને કરાવશે। આપ આ પેજ નાં દ્વારા વિશ્વા નાં મુર્ધ્યન્ય વૈજ્ઞાનિકો સાથે જોડાઈ શકશો।
એના સિવાય અમે સર્વપ્રથમ વખત ખગોળ વિજ્ઞાન ની સાઈટ ને સંપૂર્ણ ભારતીય પરિપ્રેક્ષ માં ઢાળી છે ,એટલે કે તમને જાણકારી તમારી જ ભાષા માં મળી સકે તે માટે હિન્દી અને ગુજરાતી ભાષા નાં વિશેસ પેજ પણ મુક્યા છે જેથી અંગ્રેજી ન જાણતા હોય તેવા બાળકો ,ગૃહિણીયો ,મહિલાઓ અને આમ વ્યક્તિ પણ આ મહાન વિજ્ઞાન થી જોડાઈ સકે।
આપ આ પેજ પર બીજું શું - શું ઈચ્છો છો તે પણ પ્રશ્ન નાં પેજ પર જઈને ગુજરાતી ,હિન્દી કે અંગ્રેજી માં પૂછી શકો છો। તેના માટે આપે ગુજરાતી કે હિન્દી માં લખી ને તે લખાણ કોપી પેસ્ટ કરવાનું રહેશે।
આશા છે કે આપ આ પેજ અને આ સાઈટ ને પસંદ કરશો તથા વિચારો નું આદાન પ્રદાન કરશો। અમને પ્રશ્નો પણ પૂછશો તથા તેનો સમુચિત લાભ ઉઠાવશો।